Become a ReporterAbout UsContact
BREAKING NEWS
દિલ્હીમાં બહારના રાજ્યોનાં જૂનાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્: હાઈકોર્ટે સ્ટે ન આપ્યોઅમદાવાદમાં 61 વિદેશી નાગરિકોની અટકાયત: દિવાળી પહેલાં ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશનઅમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાની ચર્ચા: કતારમાં મંત્રણા બાદ પણ સમજૂતી નહીં, પ્રયાસો ચાલુભારતીય નૌસેનાની શક્તિ વધશે: ₹53,866 કરોડના ખર્ચે આઠ સ્વદેશી યુદ્ધજહાજ માટે કરારદિલ્હી-NCRમાં પ્રદૂષણ ગંભીર બન્યું: AQI 324 પર પહોંચતાં GRAP સ્ટેજ-2ના નિયંત્રણો અમલમાંદિવાળી પર દિલ્હી-NCRમાં ગ્રીન ફટાકડાને મંજૂરી: સુપ્રીમ કોર્ટે સમય અને નિયમો નક્કી કર્યાઆંધ્રપ્રદેશ તરફ આગળ વધ્યું ‘મુરાસુ’ વાવાઝોડું: ભારે વરસાદની આગાહી, ફ્લાઇટ અને ટ્રેન સેવાઓને અસરગુજરાતમાં 3 નવેમ્બરે માવઠાની સંભાવના: સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હવામાન પલટાઈ શકેજૂનાગઢના માળિયા હાટીનામાં ભૂકંપના બે આંચકા: લોકો ઘરની બહાર દોડી આવ્યાઅમદાવાદના થલતેજમાં ભીષણ આગ: બે લોકોએ જીવ બચાવવા છલાંગ લગાવી, ત્રણનું રેસ્ક્યૂદિલ્હીમાં બહારના રાજ્યોનાં જૂનાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્: હાઈકોર્ટે સ્ટે ન આપ્યોઅમદાવાદમાં 61 વિદેશી નાગરિકોની અટકાયત: દિવાળી પહેલાં ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશનઅમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાની ચર્ચા: કતારમાં મંત્રણા બાદ પણ સમજૂતી નહીં, પ્રયાસો ચાલુભારતીય નૌસેનાની શક્તિ વધશે: ₹53,866 કરોડના ખર્ચે આઠ સ્વદેશી યુદ્ધજહાજ માટે કરારદિલ્હી-NCRમાં પ્રદૂષણ ગંભીર બન્યું: AQI 324 પર પહોંચતાં GRAP સ્ટેજ-2ના નિયંત્રણો અમલમાંદિવાળી પર દિલ્હી-NCRમાં ગ્રીન ફટાકડાને મંજૂરી: સુપ્રીમ કોર્ટે સમય અને નિયમો નક્કી કર્યાઆંધ્રપ્રદેશ તરફ આગળ વધ્યું ‘મુરાસુ’ વાવાઝોડું: ભારે વરસાદની આગાહી, ફ્લાઇટ અને ટ્રેન સેવાઓને અસરગુજરાતમાં 3 નવેમ્બરે માવઠાની સંભાવના: સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હવામાન પલટાઈ શકેજૂનાગઢના માળિયા હાટીનામાં ભૂકંપના બે આંચકા: લોકો ઘરની બહાર દોડી આવ્યાઅમદાવાદના થલતેજમાં ભીષણ આગ: બે લોકોએ જીવ બચાવવા છલાંગ લગાવી, ત્રણનું રેસ્ક્યૂ
Home › Business
Business

8માં પગારપંચનો રિપોર્ટ જમા થયા બાદ શું થશે? સમજો કઇ રીતે નક્કી થશે ન્યૂ સેલરી

By Sohilkhan Editor-in-Chief1 November 2026, 8:42 PM1 min read

8મું પગાર કમિશન 2027ના મધ્ય સુધીમાં રિપોર્ટ આપી શકે છે પણ તેના પછી પણ સરકારની સમીક્ષા અને નિર્ણય વગર નવી સેલરી અમલમાં નહીં આવે. ફિટમેન્ટ ફેક્ટર જ તમારા બેઝિક પેને કેટલું વધારશે તે નક્કી કરશે.

1. 8મું પગાર પંચ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ હાલમાં પોતાનું કામ ઝડપથી આગળ વધારી રહ્યું છે. 3 નવેમ્બર 2025ના રોજ બનેલું આ કમિશન ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોનું અસ્થાયી મંડળ છે. તેની શરતો અનુસાર તેને રચના પછી 18 મહિનાની અંદર રિપોર્ટ આપવાની છે. એટલે મે-જૂન 2027 સુધીમાં અંતિમ રિપોર્ટ સરકારને સોંપાઈ જવાની શક્યતા ઘણી વધારે છે. કમિશન પહેલેથી જ દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિતધારકો સાથે મીટિંગો કરી ચૂક્યું છે. તાજેતરમાં બેંગલુરુ અને મુંબઈમાં પણ મહત્વની બેઠકો થઈ છે.

2. ઊંડાણપૂર્વક અભ્યાસ

રિપોર્ટ આપી દેતાની સાથે જ નવી સેલરી મળી જશે એવું નથી. અનેક કર્મચારીઓને આ જ ભ્રમ હોય છે. વાસ્તવમાં રિપોર્ટ મળ્યા પછી સરકાર તેની ભલામણો, નાણાકીય અસર અને બજેટની સ્થિતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. ત્યારબાદ જ નક્કી થાય છે કે કઈ ભલામણો સ્વીકારવી, કઈ બદલવી કે નકારવી અને ક્યારે અમલમાં મૂકવી.

3. ફિટમેન્ટ ફેક્ટર

સૌથી મહત્વનું પરિબળ છે ફિટમેન્ટ ફેક્ટર. આ એ ગણિત છે જેનાથી કર્મચારીના વર્તમાન બેઝિક પેને ગુણાકાર કરીને નવું બેઝિક પે નક્કી થાય છે. પાછલા કમિશનોમાં જુઓ તો છઠ્ઠા પગાર કમિશનમાં 1.86 અને સાતમામાં 2.57નો યુનિફોર્મ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયો હતો. તે વખતે મિનિમમ બેઝિક પે 7,000 રૂપિયાથી વધીને 18,000 થઈ ગયું હતું. આ વખતે કર્મચારી સંગઠનો મોંઘવારીને ધ્યાનમાં રાખીને વધુ ઊંચા ફેક્ટરની માંગ કરી રહ્યા છે. BPMSએ 4 ગણા અને NC-JCMએ 3.833ના ફિટમેન્ટ ફેક્ટરની વાત કરી છે. પરંતુ અંતિમ આંકડો કમિશનની ભલામણ અને સરકારના નિર્ણય પર જ આધાર રાખે છે. યાદ રાખો કે ફિટમેન્ટ ફેક્ટર ફક્ત બેઝિક પે પર લાગુ થાય છે, આખી ટેક-હોમ સેલરી પર નહીં.

4. રિપોર્ટ સોંપાયા પછી સરકાર આ તબક્કાઓમાંથી પસાર થાય છે

જેમાં રિપોર્ટની વિગતવાર સમીક્ષા થાય છે. ભલામણો પર નિર્ણય (સ્વીકાર, સુધારો કે નકાર) થાય છે. જરૂર પડે તો ભથ્થા અને પેન્શન માટે અલગ સમિતિઓની તપાસ સરકારી નોટિફિકેશન જાહેર કરવું અને ત્યાર બાદ નવા પગારમાળાનો અમલ અને એરિયરની ગણતરી કરીને ચુકવણી થાય છે.

5. પ્રોસેસ

કમિશનનો કાર્યકાળ લગભગ 18 મહિનાનો છે અને આગામી 7-8 મહિનામાં અંતિમ રિપોર્ટની અપેક્ષા છે. પરંતુ અસલી અમલની તારીખ, અંતિમ ફિટમેન્ટ ફેક્ટર અને વધારાની ચોક્કસ માહિતી સરકારનો અંતિમ નિર્ણય આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી જે આંકડા ચર્ચામાં આવે તેને ફક્ત પ્રસ્તાવ અને માંગ તરીકે જ જોવા જોઈએ.